હવે whatsapp દ્વારા હોમ લોન માટે અપ્લાઇ કરો
અરજી કરવા માટે
વારંવાર પૂછાતા પ્રશ્નો
બજાજ હાઉસિંગ ફાઇનાન્સ પગારદાર અને પ્રોફેશનલ અરજદારો માટે ઝંઝટ વગર હોમ લોનની અરજી કરવાની યાત્રા સક્ષમ કરે છે જે WhatsApp એપ્લિકેશન પર શરૂઆતથી અંત સુધી પૂર્ણ કરી શકાય છે. અરજી કરવાનું શરૂ કરવા માટે, તમે અમારી વેબસાઇટ પર પ્રદાન કરેલ ક્યૂઆર કોડને સ્કૅન કરી શકો છો અથવા 750 750 7315 પર 'Hi' નો મેસેજ કરી શકો છો અને કોઈ અતિરિક્ત એપ ડાઉનલોડ કર્યા વગર અને કોઈ પણ જાતના એક્સ્ટ્રા શુલ્ક વગર અમારી સર્વિસનો લાભ મેળવી શકો છો.
અમારી WhatsApp હોમ લોન એપ્લિકેશન પ્રક્રિયાની મુખ્ય વિશેષતાઓમાંથી એક, તેની સુવિધા અને સરળતા સિવાય, જો તમે અમારા પ્રારંભિક પાત્રતા માપદંડને પૂર્ણ કરો છો અને ઇન-એપ હોમ લોન ઑફરને સ્વીકારો છો તો તમને પ્રાપ્ત થનાર ઇન-પ્રિન્સિપલ મંજૂરી પત્ર છે.
તમે સંપત્તિ ખરીદતી વખતે તમારી ઇચ્છિત હોમ લોન રકમનો લાભ લેવા માટે તમારી પાત્રતાના પુરાવા તરીકે ડૉક્યૂમેન્ટનો ઉપયોગ કરી શકો છો.
કરજદારોએ નોંધ કરવી જોઈએ કે ઇન-પ્રિન્સિપલ મંજૂરી પત્રમાં 'ઇન-પ્રિન્સિપલ' ઑફરનો સમાવેશ થાય છે. અન્ય શબ્દોમાં કહીએ તો, અંતિમ ઑફર આને આધીન છે: (a) ક્રેડિટ, રોજગાર, રહેઠાણ, ઓળખ, સંપત્તિ વગેરે સંબંધિત વેરિફિકેશન તપાસ.. (b) તમારી ઇન્કમ અથવા લોનની ચુકવણી કરવાની ક્ષમતા સંબંધિત તમામ ડિસક્લોઝર અને (c) તમારી એપ્લિકેશનની પ્રક્રિયા કરતી વખતે અમારા દ્વારા વિનંતી કરેલ તમામ ડૉક્યૂમેન્ટ/માહિતીની ઉપલબ્ધતા.
whatsapp હોમ લોન એપ્લિકેશન માત્ર અરજદારો પાસેથી પ્રક્રિયાને ઝડપી અને ઝંઝટ-મુક્ત બનાવવા માટે મર્યાદિત માહિતીની વિનંતી કરે છે. તમને માહિતી તૈયાર રાખવામાં મદદ કરવા માટે, અમે પ્રક્રિયા દરમિયાન અમારા દ્વારા તપાસવામાં આવતા પરિમાણોની લિસ્ટ# પ્રદાન કરી છે:
- વ્યવસાયનો પ્રકાર
- લોનનો પ્રકાર - નવી હોમ લોન અથવા બૅલેન્સ ટ્રાન્સફર
- ઓળખ અને વ્યક્તિગત માહિતી, જેમ કે તમારું નામ, જન્મ તારીખ અને પિન કોડ, અન્ય
- લોનની ચોક્કસ માહિતી, જેમ કે તમારી પસંદગીની લોનની રકમ
- આર્થિક માહિતી, જેમ કે તમારી માસિક ઇન્કમ અને જવાબદારીઓ
- સંપત્તિની માહિતી
વિનંતી કરેલી માહિતી સબમિટ કરવા પર અને અમારા મૂળભૂત પાત્રતાના માપદંડને પૂર્ણ કરવા પર, તમને હોમ લોન ઑફર આપવામાં આવશે.. તમારો ઇન-પ્રિન્સિપલ મંજૂરી પત્ર પ્રાપ્ત કરવા માટે રૂ. 1,999 + જીએસટીની નામમાત્ર ફી ચૂકવવા માટે આગળ વધો.
#અરજદારોએ નોંધ કરવી જોઈએ કે તેમને હોમ લોન મંજૂરી અને પ્રક્રિયા કરતી વખતે વધુ માહિતી માટે પૂછવામાં આવી શકે છે.
બજાજ હાઉસિંગ ફાઇનાન્સ હોમ લોનમાં પાત્રતા માપદંડ સરળ છે જે સંભવિત અરજદારોને કોઈપણ ઝંઝટ વગર લોન મેળવવામાં મદદ કરે છે. અમારી સ્પર્ધાત્મક ઑફરનો લાભ લેવા માટે અમારા મૂળભૂત માપદંડને પૂર્ણ કરો:
પગારદાર અરજદારો | સ્વ-વ્યવસાયી અરજદારો |
---|---|
અરજદાર જાહેર અથવા ખાનગી કંપની અથવા બહુરાષ્ટ્રીય કંપનીમાં પગારદાર ઇન્કમના સ્થિર સ્ત્રોત સાથે મિનિમમ 3 વર્ષના કાર્ય અનુભવ સાથે કાર્યરત હોવો જોઈએ | અરજદાર વર્તમાન ઉદ્યોગમાં 3 વર્ષથી વધુની બિઝનેસ સાતત્યતા સાથે સ્વ-રોજગાર ધરાવતો હોય તે આવશ્યક છે |
અરજદારની ઉંમર 21 અને 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ** | અરજદારની ઉંમર 23 અને 70 વર્ષની વચ્ચે હોવી જોઈએ** |
અરજદાર એક ભારતીય હોવો જોઈએ (એનઆરઆઈ સહિત) | અરજદારો ભારતીય હોવા જોઈએ (માત્ર નિવાસી) |
** લોન મેચ્યોરિટીના સમયે જે ઉંમર હોય તેને ઉપલી વય મર્યાદા તરીકે ગણવામાં આવે છે. વધુમાં, કરજની પ્રોફાઇલના આધારે, અરજદારો માટે ઉપરની ઉંમરની મર્યાદા બદલાઈ શકે છે.
જરૂરી આવશ્યકતાઓને પૂર્ણ કરીને અને સૉલિડ ક્રેડિટ હિસ્ટ્રી પ્રદર્શિત કરીને, પગારદાર અને પ્રોફેશનલ અરજદારો બજાજ હાઉસિંગ ફાઇનાન્સ તરફથી સ્પર્ધાત્મક લોન દરો મેળવી શકે છે.
પગારદારનો ફ્લોટિંગ રેફરન્સ રેટ: 15.55%*
હોમ લોનનો વ્યાજ દર (ફ્લોટિંગ)
લોનનો પ્રકાર | અસરકારક આરઓઆઈ (પ્રતિવર્ષ) |
---|---|
હોમ લોન | 8.50%* થી 17.00%* |
હોમ લોન બૅલેન્સ ટ્રાન્સફર | 8.50%* થી 17.00%* |
ટૉપ-અપ લોન | 8.50%* થી 17.00%* |
સંભવિત અરજદારો રેપો રેટ લિંક્ડ હોમ લોનનો પણ લાભ લઈ શકે છે. અરજદારોએ એ પણ નોંધ કરવી જોઈએ કે ફ્લોટિંગ વ્યાજ દરો પર હાઉસિંગ હેતુઓ માટે ઍડવાન્સનો લાભ લેતા વ્યક્તિગત કરજદારો માટે કોઈ અતિરિક્ત પાર્ટ-પ્રીપેમેન્ટ અથવા ફોરક્લોઝર શુલ્ક નથી. ફી અને શુલ્કની સંપૂર્ણ યાદી માટે, અહીં ક્લિક કરો.
હોમ લોન અરજીની પ્રકિયા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી તમને, અમારા ગ્રાહક પ્રતિનિધિ આગામી પગલાંઓ માટે ગાઇડ કરવા માટે તમારો સંપર્ક કરશે.. વધુમાં, ઝંઝટ-મુક્ત અને મંજૂરીની પ્રક્રિયાને સુનિશ્ચિત કરવા માટે, તમને નીચેના ડૉક્યૂમેન્ટ તૈયાર રાખવાની સલાહ આપવામાં આવે છે:
- કેવાયસી ડૉક્યૂમેન્ટ: તમારી ઓળખ અને ઍડ્રેસના પુરાવા તરીકે સેવા આપતા દસ્તાવેજો. નોંધ કરો કે પૅન કાર્ડ અથવા ફોર્મ 60 ફરજિયાત ડૉક્યૂમેન્ટ છે.
- ઇન્કમનો પુરાવો: 3 મહિનાની સેલેરી સ્લિપ
- લાયકાત: સ્વ-રોજગાર પ્રોફેશનલ માટે શિક્ષણ પ્રમાણપત્રો
- નાણાંકીય: 6 મહિનાનું બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ, આઇટીઆર, પી એન્ડ એલ સ્ટેટમેન્ટ (સ્વ-રોજગાર પ્રોફેશનલ્સ માટે)
હોમ લોન માટે જરૂરી ડૉક્યૂમેન્ટની સૂચિ સૂચક છે. કરજદારોને તેમની હોમ લોન પાત્રતા પ્રદર્શિત કરવા માટે વધારાના ડૉક્યૂમેન્ટ પ્રદાન કરવાની જરૂર પડી શકે છે.
તમામ અરજદારોએ હોમ લોન માટે જરૂરી સંપત્તિના ડૉક્યૂમેન્ટનો સેટ પણ પ્રદાન કરવાનો રહેશે, જેમ કે ટાઇટલ ડીડ અને એલોટમેન્ટ લેટર.
બજાજ હાઉસિંગ ફાઇનાન્સ હોમ લોનની કેટલીક મુખ્ય વિશેષતાઓમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- સ્પર્ધાત્મક વ્યાજ દરો જે આરબીઆઇ રેપો રેટ સાથે જોડાવાના વિકલ્પ સાથે આવે છે
- સરળ રીતે ઘર ખરીદવા માટે મોટી લોન રકમ
- અતિરિક્ત ટૉપ-અપ વિકલ્પ સાથે સરળ બૅલેન્સ ટ્રાન્સફરની સુવિધા
- 32 વર્ષ સુધીનો સમયગાળો વધારી શકાય તેવા સુવિધાજનક રિપેમેન્ટ પ્લાન
- ન્યૂનતમ ડૉક્યૂમેન્ટેશન અને સરળ લોન પાત્રતાના માપદંડ
- ફ્લોટિંગ વ્યાજ દરો સાથે વ્યક્તિગત કરજદારો માટે શૂન્ય પાર્ટ-પ્રીપેમેન્ટ અને ફોરક્લોઝર શુલ્ક
- સફળ મંજૂરી અને ડૉક્યૂમેન્ટ વેરિફિકેશનના સમયથી 48 કલાક* ની અંદર વિતરણ
બજાજ હાઉસિંગ ફાઇનાન્સએ હોમ લોન અરજીની પ્રકિયાને સરળ બનાવી છે, જે પાત્ર વ્યક્તિઓને થોડી મિનિટોમાં અમારી સ્પર્ધાત્મક ઑફરનો લાભ લેવાની સુવિધા આપે છે. whatsapp દ્વારા હોમ લોન માટે અપ્લાઇ કરવાથી, તમને આ લાભ મળે છે:
- તે સમય બચાવનારી અરજી પ્રકિયા છે
- ન્યૂનતમ પાત્રતા
- તમારી ઑફરને કસ્ટમાઇઝ કરવાનો વિકલ્પ
- ત્વરિત ઇન-પ્રિન્સિપલ મંજૂરી પત્ર
- 24/7* ઉપલબ્ધતા
- પ્રકિયાના દરેક પગલે સુરક્ષિત અને ડેટા એન્ક્રિપ્શન
નિયમો અને શરતો
- વૉટ્સએપ પર બજાજ હાઉસિંગ ફાઇનાન્સ ઑનલાઇન હોમ લોન સેવાઓ પસંદ કરીને અને રજિસ્ટર કરીને, તમે અહીં સંમતિ આપો છો અને કંપનીને CIBIL અને/અથવા અન્ય ક્રેડિટ માહિતી કંપનીઓ સાથે તપાસ શરૂ કરવાની અને અન્ય પ્રમોશનલ મેસેજો માટે વૉટ્સએપ પર તમારો સંપર્ક કરવાની મંજૂરી આપો છો.
- તમામ અંતિમ હોમ લોન મંજૂરીઓ અને વિતરણ બજાજ હાઉસિંગ ફાઇનાન્સની સંપૂર્ણ વિવેકબુદ્ધિ પર રહેશે.
- કૃપા કરીને વધુ માહિતી માટે અમારા વિગતવાર નિયમો અને શરતોના ડૉક્યૂમેન્ટ પર જાઓ.