board of directors_collapse_banner

banner-dynamic-scroll-cockpitmenu_genericpage

corporateboarddirectorsnew_wc

બોર્ડ ઑફ ડિરેક્ટર

Sanjiv Bajaj

સંજીવ બજાજ

સંજીવ બજાજ, બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના અધ્યક્ષ છે, બજાજ ફાઇનાન્સ લિમિટેડના અધ્યક્ષ અને ભારતના સૌથી જૂના અને સૌથી મોટા જૂથમાંથી એક એવા બજાજ ગ્રુપના ફાઇનાન્સિયલ સર્વિસિસ બિઝનેસની હોલ્ડિંગ કંપની બજાજ ફિનસર્વ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે, જેનો નાણાકીય વર્ષ 2022-23 માટે ₹ 58,447 કરોડ ($ 7.14 બિલિયન)* થી વધુની 9M એકીકૃત આવક સાથે, અને ₹ 4,648 કરોડ ($568 મિલિયન)* થી વધુના ટૅક્સ એકીકૃત નફો છે.

Rajeev Jain

રાજીવ જૈન

રાજીવ જૈન, (06 સપ્ટેમ્બર 1970 ના રોજ જન્મ), અમારી કંપનીના વાઇસ ચેરમેન અને ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર છે. રાજીવે બજાજ ફાઇનાન્સ કંપનીના મહત્વાકાંક્ષી વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. કંપની પોતાના બિઝનેસમાં બદલાવના પંથે છે અને કેપ્ટિવ ફાઇનાન્સ કંપનીથી લઈને આજે ભારતમાં સૌથી વધુ વૈવિધ્યસભર નૉન-બેંક સુધીનો આત્યંતિક વિકાસ કર્યો છે.

Atul Jain

અતુલ જૈન

અતુલ જૈનની 1 મે 2022 ના રોજ બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. એપ્રિલ 2018 માં બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (બીએચએફએલ) ના સીઇઓ તરીકે સ્થળાંતર કરતા પહેલા તેઓ 16 વર્ષથી વધુ સમય સુધી બજાજ ફાઇનાન્સ લિમિટેડ (બીએફએલ) સાથે હતા. તેમણે છેલ્લાં 4 વર્ષોમાં જોખમ વિમુક્ત અભિગમ સાથે સંસ્થાના બહુવિધ સંપત્તિ વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે અને છેલ્લાં બે વર્ષોમાં સંકટમાંથી સરળતાથી બહાર નીકળવામાં મુખ્ય ઇન્ડસ્ટ્રીને મદદ કરી છે.

ડૉ. અરિંદમ કુમાર ભટ્ટાચાર્ય

ડૉ. અરિંદમ કુમાર ભટ્ટાચાર્ય, સ્વતંત્ર ડિરેક્ટર, રોકાણકાર, અને બીસીજી ના વરિષ્ઠ સલાહકાર જ્યાંથી તેઓ વરિષ્ઠ ભાગીદાર અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિવૃત્ત થયા. બીસીજીમાં નેતૃત્વકક્ષાએ તેમણે ઘણી મહત્વની ભૂમિકાઓ નિભાવી હતી અને બીસીજીની નેતૃત્વ માટેની માનસ સંસ્થા બ્રૂસ હેન્ડરસન ઇન્સ્ટિટ્યૂટના સહ-અગ્રણી અને સંસ્થાપક રહી ચૂક્યા છે. તેમણે લગભગ છ વર્ષથી દેશમાં બીસીજીની કામગીરીઓનું નેતૃત્વ કર્યું. તેઓ ગ્લોબલ એડવાન્ટેજ પ્રેક્ટિસની ગ્લોબલ લીડરશીપ ટીમના સભ્ય હતા અને અગાઉ ઇન્ડસ્ટ્રિયલ ગોલ, પબ્લિક સેક્ટર અને સોશિઅલ ઇંપેક્ટ પ્રેક્ટિસની ગ્લોબલ લીડરશીપ ટીમના સભ્ય હતા તેમજ બીસીજીની ગ્લોબલ એડવાન્ટેજ પ્રેક્ટિસના સ્થાપક અને કો-લીડર હતા. બીસીજી ફેલો તરીકે તેમણે વૈશ્વિકરણ પર તેમના સંશોધનને કેન્દ્રિત કર્યું છે અને તેમણે બે પુસ્તકો પણ લખ્યાં છે - કોમ્પિટીંગ વિથ એવરીવન ફ્રોમ એવરીથિંગ ફોર એવરીથિંગ અને બિયોન્ડ ગ્રેટ – નાઈન સ્ટ્રેટેજીઝ ફોર થ્રીવિંગ ઇન એન એરા ઓફ સોશિયલ ટેન્શન, ઈકોનોમિક નેશનલિઝમ એન્ડ ટેક્નોલોજીકલ રિવોલ્યુશન અને આ વિષય પર સંખ્યાબંધ લેખ લખ્યા છે.

Anami Narayan Roy

અનામી નારાયણ રૉય

15 મે 1950 ના રોજ જન્મેલા અનામી નારાયણ રોય, અમારી કંપનીના બિન-કાર્યકારી અને સ્વતંત્ર ડિરેક્ટર છે. તેઓ ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક છે, જેમણે મહારાષ્ટ્રમાં ભારતીય પોલીસ સેવામાં અને ભારત સરકાર સાથે 38 વર્ષથી વધુ સમયથી સેવા આપી છે. તેમણે મહારાષ્ટ્રમાં અને કેન્દ્ર સરકાર બંનેમાં પોલીસ, ઔરંગાબાદ, પુણે અને મુંબઈના કમિશનર સહિત વિવિધ અસાઇનમેન્ટ કર્યા હતા અને મહારાષ્ટ્રના પોલીસના ડિરેક્ટર જનરલ તરીકે નિવૃત્ત થયા હતા.

Jasmine Chaney

જેસ્મિન ચૅની

શ્રીમતી જેસ્મિન ચેની સિડેન્હમ કૉલેજ તરફથી કોમર્સ ગ્રેજ્યુએટ છે અને સોમૈયા ઇન્સ્ટિટ્યુટ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ એન્ડ રિસર્ચ, મુંબઈ યુનિવર્સિટી તરફથી ફાઇનાન્સમાં મેનેજમેન્ટ સ્ટડીઝમાં માસ્ટર્સ છે. તેમની પાસે લગભગ ત્રણ દશકોનો કાર્ય અનુભવ ક્રિસિલ લિમિટેડ (હવે ક્રિસિલ રેટિંગ્સ લિમિટેડ) સાથે છે, જે મેનેજમેન્ટ ભૂમિકાઓમાં કામ કરે છે.

S M Narasimha Swamy

એસ એમ નરસિંહ સ્વામી

એસ એમ નરસિમ્હા સ્વામી અમારી કંપનીના સ્વતંત્ર ડિરેક્ટર છે. તેઓ શ્રી વેંકટેશ્વર યુનિવર્સિટી, તિરુપતિમાંથી કોમર્સમાં સ્નાતકની ડિગ્રી અને કોમર્સમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે.

directorspac_wc

આ પણ જુઓ

About Us - Overview, Story and Mission | Bajaj Housing

વધુ જાણો

વધુ જાણો

વધુ જાણો

વધુ જાણો